પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો એક્શન મોડ: આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાને પગલે કેન્દ્ર સરકાર તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક
આ મુદ્દે કેન્દ્ર સરકારે આવતીકાલે, એટલે કે 24 એપ્રિલે દિલ્હીમાં સર્વપક્ષीय બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ કરશે. સરકારી સૂત્રો અનુસાર, આ બેઠકમાં હાલની સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને કાશ્મીર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો અંગે ચર્ચા થઈ શકે છે. જો કે, હજુ સુધી આ બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી.

સીસીએસ બેઠકમાં મહત્ત્વના નિર્ણય
મંગળવારે હુમલા બાદ બુધવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કોમિટી ઓન સિક્યોરિટી (CCS)ની તાત્કાલિક બેઠક મળી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બેઠકમાં પહેલગામ હુમલાની વિગતો રજૂ કરવામાં આવી હતી. સીસીએ હુમલાની તીવ્ર નિંદા કરી અને પીડિતોના પરિવારજનો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી. સાથે જ ઘાયલોનાં તત્કાલ સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરી.

રક્ષણ અને વિરોધી પગલાં પર ચર્ચા
આ સર્વપક્ષીય બેઠકમાં આંતરિક સુરક્ષા, ઇન્ટેલિજન્સના અભાવના મુદ્દા, આતંકવાદીઓના પ્રવેશ માર્ગ અને સરહદની સુરક્ષા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દ્વારા આતંકવાદ સામે જે દબાણ બનાવવું છે તે અંગે પણ વિધાનસભાના તમામ પક્ષોની સહમતિ મેળવવાનો પ્રયાસ રહેશે.

Related Posts

ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *