
સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સંગઠન સક્રિય બનાવવું, સરકારની યોજનાઓ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવી અને કાર્યકરો સાથે સીધી સંવાદ વ્યવસ્થા મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ આ ગોઠવણ પાછળ હોવાની ચર્ચા છે. મહત્વના શહેરોમાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં હવે ‘પરફોર્મન્સ’ આધારિત ભૂમિકા વધુ મહત્વ ધરાવશે. રાજકીય વિશ્લેષકોના મતે, આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી જ તેમની રાજકીય ઊંચાઈ નક્કી કરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





