BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાચો :- હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા

હકીકતમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવતા મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે પીએમ મોદી અને યુનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થશે નહીં.

બાંગ્લાદેશે ભારતને મળવા વિનંતી કરી હતી :- બાંગ્લાદેશે BIMSTEC સમિટમાં ભારત અને બાંગ્લાદેશના ટોચના નેતાઓ વચ્ચે બેઠક માટે વિનંતી કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે, “અમે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવા માટે ભારત સાથે રાજદ્વારી સંપર્ક કર્યો છે.

આ પણ વાચો :- અમેરિકામાં ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પણ પરેશાન, કડક તપાસ-પૂછપરછનો કરવો પડી રહ્યો છે સામનો

ભારત-બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠક યોગ્ય નથી :- સૂત્રોએ જણાવ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પરિસ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં, બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોગ્ય નથી. જોકે, આ બહુપક્ષીય કાર્યક્રમમાં એકબીજાને રૂબરૂ મળવાની કે શુભેચ્છા પાઠવવાની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ આ સિવાય, કોઈ દ્વિપક્ષીય બેઠકની અપેક્ષા નથી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા

ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ…

સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ

લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *