મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને JDUના 8 મંત્રીઓનો સમાવેશ થાય છે.
કુલ 26 મંત્રીઓએ શપથ લીધા, જેમાં એક મુસ્લિમ અને ત્રણ મહિલાઓ શામેલ છે. નીતિશ કુમાર પોતે પહેલા કરતાં ઓછા વિભાગો સંભાળશે: કેબિનેટ સચિવાલય, સામાન્ય વહીવટ, તકેદારી, ચૂંટણી અને અન્ય બધા અનફાળવેલા વિભાગો. 20 વર્ષમાં પ્રથમ વખત નીતિશ કુમારે ગૃહ મંત્રાલય જાળવી નથી રાખ્યું.
મુખ્ય મંત્રીઓ અને તેમના વિભાગો
| ક્રમાંક | મંત્રીનું નામ | વિભાગ |
|---|---|---|
| 1 | નીતિશ કુમાર | સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, તકેદારી, ચૂંટણી, અન્ય અનફાળવેલા વિભાગો |
| 2 | સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) | ગૃહ વિભાગ |
| 3 | વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) | મહેસૂલ, જમીન સુધારણા, ખાણ, ભૂસ્તરશાસ્ત્ર |
| 4 | વિજય કુમાર ચૌધરી | જળ સંસાધન, સંસદીય બાબતો, માહિતી-જનસંપર્ક, મકાન બાંધકામ |
| 5 | વિજેન્દ્ર પ્રસાદ યાદવ | ઉર્જા, આયોજન-વિકાસ, દારૂબંધી-આબકારી, નાણાં, વાણિજ્યિક કર |
| 6 | શ્રવણ કુમાર | ગ્રામીણ વિકાસ, પરિવહન |
| 7 | મંગલ પાંડે | આરોગ્ય, કાયદા |
| 8 | ડૉ. દિલીપ કુમાર જયસ્વાલ | ઉદ્યોગ |
| 9 | અશોક ચૌધરી | ગ્રામીણ બાંધકામ |
| 10 | લેશી સિંહ | ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા |
| 11 | નીતિન નવીન | માર્ગ બાંધકામ, શહેરી વિકાસ, ગૃહનિર્માણ |
| 12 | મદન સાહની | સમાજ કલ્યાણ |
| 13 | રામ કૃપાલ યાદવ | કૃષિ |
| 14 | સુનિલ કુમાર | શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ટેકનિકલ શિક્ષણ |
| 15 | મોહમ્મદ જામા ખાન | લઘુમતી કલ્યાણ |
| 16 | સંજય સિંહ ‘ટાઈગર’ | શ્રમ સંસાધન |
| 17 | અરુણ શંકર પ્રસાદ | પ્રવાસન, કલા-સંસ્કૃતિ, યુવા વિભાગ |
| 18 | સુરેન્દ્ર મહેતા | પશુ અને માછલી સંસાધન |
| 19 | નારાયણ પ્રસાદ | ડિઝાસ્ટર મેનેજમેન્ટ |
| 20 | રામ નિષાદ | પછાત વર્ગ, અતિ પછાત વર્ગ કલ્યાણ |
| 21 | લખેન્દ્ર કુમાર રોશન | અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ |
| 22 | શ્રેયસી સિંહ | માહિતી ટેકનોલોજી, રમતગમત |
| 23 | ડૉ. પ્રમોદ કુમાર | સહકાર, પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન |
| 24 | સંજય કુમાર | શેરડી ઉદ્યોગ |
| 25 | સંજય કુમાર સિંહ | જાહેર આરોગ્ય ઇજનેરી |
| 26 | દીપક પ્રકાશ | પંચાયતી રાજ |
| 27 | સંતોષ કુમાર સુમન | લઘુ જળ સંસાધન |
પાર્ટી અનુસાર વિતરણ
ભાજપ: 14 મંત્રીઓ (સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, ડૉ. દિલીપ જયસ્વાલ, નીતિન નવીન, રામ કૃપાલ યાદવ, સંજય સિંહ, અરુણ શંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર પાસવાન, શ્રેયસી સિંહ, ડૉ. પ્રમોદ કુમાર)
JDU: 8 મંત્રીઓ (વિક્રંદ્ર ચૌધરી, શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, લેસી સિંહ, મોહમ્મદ જામા ખાન, મદન સાહની, ડૉ. પ્રમોદ કુમાર)
LJP/ અન્ય: સંજય કુમાર (LJP), સંજય સિંહ (LJP), દીપક પ્રકાશ (જીતન રામ માંઝી / ઉપેન્દ્ર કુશવાહા) અને સંતોષ કુમાર સુમન
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






