ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા — જે નાણાં સામાન્ય ઉપયોગ માટે નહીં, પરંતુ ઝેર (Ricin) બનાવવા માટેના કેમિકલ્સ ખરીદવા માટે વપરાયા હતા.
ATSએ હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરમાંથી 6 લીટરથી વધુ ઝેરી કેમિકલ જપ્ત કર્યું છે. આ રાઈઝિન પદાર્થ દુનિયાના સૌથી ઘાતક ઝેરોમાંથી એક ગણાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઘરમાં જ લેબોરેટરી સેટઅપ બનાવીને ઝેરની પ્રક્રિયા શરૂ કરી હતી.
ATS અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્ક કોઈ મોટી આતંકી ઘટનાઓની તૈયારીમાં હતું. કેમિકલના નમૂનાઓને FSL લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે, જેથી તેની જાત અને અસર અંગે વધુ માહિતી મળી શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અહેમદ સૈયદનો પાકિસ્તાની હેન્ડલર સાથે સતત સંપર્ક હતો. બંને વચ્ચે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ મારફતે વાતચીત થતી હતી, જેમાં પૈસા ટ્રાન્સફર અને કેમિકલ ખરીદીની ચર્ચા પણ થઈ હતી.
અત્યારે ATS દ્વારા ગુજરાત અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અન્ય બે આતંકીઓની પૂછપરછમાં પણ નવા તાર જોડાઈ રહ્યા છે. અધિકારીઓ માને છે કે આ કેસમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીની સંડોવણી હોવાની શક્યતા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






