
થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે smc એ દુબઇ જઈને એક ચિટરની ધરપકડ કરી ગુજરાત લાવ્યા હતા. આ ત્યારે જ શક્ય છે જ્યારે કડક નેતૃત્વ અને કડક નિર્ણય શક્તિ હોય અને તે તમામ ગુણ આપણા યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં જોવા મળે છે. એ હંમેશા એ દિશામાં ચિંતા કરતા જોવા મળ્યા છે કે ગુજરાતનો યુવાન નશાના રવાડે ચઢી જિંદગી બરબાદ ના કરે અને એટલે જ તેમને ગુજરાતમાં ડ્રગ્સ નાબૂદીની ખાસ ડ્રાઈવ શરૂ કરી અનેં તેના કારણે કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઘણા યુવાનોને આવા નશામાંથી મુક્ત પણ કરાવ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વ્યાજના ચક્કરમાં ડૂબી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા જેવા પગલાં ભરી જીવન ટૂંકાવી દેવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા હતા. આનું મુખ્ય કારણ એક જ હતું કે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને 10થી લઈને 20 ટકા સુધી વ્યાજ વસુલવાની નીતિ. આ દિશામાં પણ ગૃહ મંત્રીનું ધ્યાન જતા તે દિશામાં પણ કડક પગલા લેવા ગૃહ વિભાગ ને આદેશ આપ્યા અને તે દિશામાં પણ ઝડપથી સફળતા મળી જેના કારણે આજે અનેક ઘરના ચિરાગ બુઝાતા બચી ગયા છે. વ્યાજખોરો સામે શરૂ કરેલ ડ્રાઈવમાં અનેક ચમરબંધીઓને પાંજરે ધકેલી દીધા છે. આ ડ્રાઈવના કારણે જ દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત કરાઈ છે. વ્યાજખોરો છેલ્લા કેટલાય સમયથી બેફામ થઈ ગયા હતા અને લોકોના મહેનતના રૂપિયા પડાવી રોલા મારતા હતા. આ રોલા મારવાનું આજે વ્યાજખોરોને ભારે પડી ગયું છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેમ કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો સામે ગુના દાખલ થયા અને ગુના પછી ગુજસીટોક પણ દાખલ કરવામાં આવી હોય. કચ્છ જિલ્લાના અંજારમાં એક વ્યાજખોરની લગભગ 63.46 લાખ રૂપિયાની મિલ્કત જપ્ત કરી લેવામાં આવી છે. આ વ્યાજખોરે વ્યાજખોરીમાં જ તમામ મિલ્કત ઉભી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેમાં ચાર મકાન,બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી વસાવી હતી તે તમામ મિલ્કત જપ્ત કરી દેશના ઇતિહાસમાં એક દાખલો બેસાડી દીધો છે કે ગુજરાતની જનતાને કોઈ અસામાજિક તત્વ કે કોઈ વ્યાજખોર પરેશાન કરશે તો તેની સામે કાયદાનો કોરડો વિંઝાશે.

થોડા દિવસ અગાઉ જ રોલો મારવા ગેરકાયદે રીતે ધારણ કરેલ હથિયારો પણ જપ્ત કરી લીધા હતા અને તેની તપાસ આજે પણ ચાલી રહી છે કે જે લોકોએ ગેરકાયદે રીતે હથિયારોના પરવાના લીધા હશે તે તમામ લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપાઇ ચુક્યા છે એટલે હવે જેને પણ યોગ્ય કારણ વગર હથિયાર લાયસન્સ મેળવી વટ પાડવા કે રિલ્સ બનાવવા દુરુપયોગ કરતા હશે તેવા તમામ લોકોના લાયસનાન્સ રદ્દ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ છે. રાજ્ય ગૃહમંત્રી એક પછી એક ધડાધડ નિર્ણય લઈને ગુનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કેવી રીતે ઝડપી ડામી શકાય તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ગુજરાતમાં ચાલી રહેલી હલચલની સતત અપડેટ મેળવી કઈ દિશામાં ઝડપી કામ કરી ગુજરાતની શાંતિ ના ડોહળાય એ દિશામાં સતત પ્રયાસ કરી રહયા છે અને તેના કારણે જ આજે કબુત્તર બાજો હોય કે પછી ડ્રગસ માફિયા હોય કે પછી ભુમાફિયા હોય તે તમામ લોકોની શાન ઠેકાણે લાવી દીધી છે અને તેના કારણે અનેક પરિવારો આજે સુખમય અને હર્ષ ઉલ્લાસ સાથે જીવન પસાર કરી રહયા છે. રાજ્ય ગૃહમંત્રી સતત કહી રહયા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.








