15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું

15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીસ્વ. મોહંમદ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલા રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુ પરમા ડોડિયા અને સ્વ. બાવનજી હંસરાજમેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી.

તેમણે દિવંગત પૂર્વ સભ્યશ્રીઓના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રી અર્જુન  મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો સર્વતુષાર  ચૌધરી, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા એ પણ આ શોક દર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી.

આ સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાન સભા અધ્યક્ષમારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા.

આ સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

 

 

 

 

Related Posts

ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ…

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું…