સાવધાન! અમદાવાદ બની રહ્યું છે ડાયાબિટીસ-બીપીનું હબ: AMCના રિપોર્ટમાં ડરામણો ખુલાસો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હવે ‘લાઈફસ્ટાઈલ ડિસીઝ’નો રોગ નાગરિકોને ભરખી રહ્યો હોય તેવા ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર્સ પર કરવામાં આવેલા 33 લાખ નાગરિકોના હેલ્થ સ્ક્રીનિંગમાં અત્યંત ડરામણું ચિત્ર ઉપસ્યું છે. કુલ સ્ક્રીનિંગના 19% એટલે કે અંદાજે 6.2 લાખ લોકો હાઈપરટેન્શન (બીપી) અને 17.2% એટલે કે 5.6 લાખ લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે.

સાયલન્ટ કિલર: 30+ ની પેઢી રડારમાં- ​મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ બાદ લોકોમાં બિન-ચેપી રોગો (NCD)નું પ્રમાણ ઝડપથી વધ્યું છે. કેન્દ્ર સરકારના 2030 સુધીમાં આવા રોગોમાં 30% ઘટાડો કરવાના લક્ષ્‍યાંકને પહોંચી વળવા હવે 30 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે. નિષ્ણાંતોના મતે હાઈ બીપી એ ‘સાયલન્ટ કિલર’ છે, જે સીધું જ હાર્ટ એટેક અને કાર્ડિયાક સમસ્યાઓ નોતરે છે.

ઝોન વાઈઝ વિશ્લેષણ: ક્યાં કેટલા દર્દીઓ? (22 ડિસેમ્બર 2025ના AMC ડેટા પ્રમાણે)

તંત્ર હવે એક્શન મોડમાં: કોર્પોરેશન હવે માત્ર ડાયાબિટીસ કે બીપી જ નહીં, પણ ગંભીર ગણાતા સર્વાઈકલ કેન્સરના ડેટા પણ એકત્રિત કરી રહ્યું છે. 82 હેલ્થ સેન્ટર્સ પર રસીકરણની સાથે હવે નિદાન અને મફત દવાઓ આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો જીવનશૈલીમાં સુધારો નહીં કરવામાં આવે, તો આગામી પાંચ વર્ષમાં આ આંકડા બેવડાઈ શકે છે.

અમદાવાદીઓની બદલાતી ખાણી-પીણી અને શારીરિક શ્રમનો અભાવ હવે મેડિકલ ઈમરજન્સી તરફ દોરી જઈ રહ્યો છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પણ દરેક ઘર પરિવાર માટે ચેતવણી!

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન મોદીએ પાઠવી હોળી પર્વની શુભેચ્છા, જાણો શું કહ્યું

દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને ગુલાલ અને રંગોથી રંગી રહ્યા છે અને એકબીજાને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા…

યુદ્ધની અસર જોવા મળી શેરબજાર પર, સેન્સેક્સમાં મોટો કડાકો

આખો દેશ હોળીની ઉજવણી કરી રહ્યો છે. બીજી તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે શેરબજારમાં ભારે ઘટાડો થયો છે. સેન્સેક્સ 1,700 પોઈન્ટ ઘટીને 78,600 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે…