મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે?

Dolo 650 શું છે?
Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ.

Dolo 650ની આડઅસરો
1. અંતરડાને નુકસાન:
જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

2. થાક અને નબળાઈ:
કેટલાક લોકોમાં આ દવાથી વધુ ઉંઘ, થાક અને શરીરમાં નબળાઈ આવી શકે છે.

3. ઉલટી અને ઉબકા:
જેઓને પેરાસીટામોલ સહન ન થાય, તેમને ઉલટી, ઉબકા અને પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે.

4. ચક્કર અને લો બ્લડ પ્રેશર:
વારંવાર ઉપયોગ કરવાથી બીપી ઘટી શકે છે, અને ચક્કર આવવા લાગે છે.

જાતે દવા લેવી – ખોટી ટેવ
ભારત જેવા દેશમાં મોટાભાગના લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ લે છે. પણ Dolo 650 જેવી દવા રોજબરોજમાં અને મનફાવે ત્યારે લેવાથી શરીરના અંગો પર નુકસાનકારક અસરો પડી શકે છે, ખાસ કરીને લિવર અને કિડની પર.

શું કરવું જોઈએ?
– હંમેશા Dolo 650 લેતા પહેલા ડૉક્ટરનો સલાહ લો
– કોઈ પણ તાવ કે દુખાવાની શરુઆતમાં તરત દવા ન લો, પહેલાં તાપમાન ચેક કરો
– તાવ સતત વધી રહ્યો હોય કે 3 દિવસથી વધુ રહે, તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે

Related Posts

શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને…

ભારતમાં નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ, પ્રવાસીઓ માટે વધુ સ્માર્ટ અને સુરક્ષિત

ભારતે તેના મહત્વાકાંક્ષી પાસપોર્ટ સેવા કાર્યક્રમ V2.0 હેઠળ નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનો રાષ્ટ્રીય સ્તરે સફળ રોલઆઉટ પૂર્ણ કર્યો છે. હવે દેશમાં જાહેર થયેલી તમામ નવી અરજીઓ અને નવીનીકરણ માટે ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *