સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.
અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.
અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર સ્થાનોની મુલાકાત લેતા દેશભરના લાખો લોકો સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંદેશ લઇ જશે.
રિપોર્ટર-અવધેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






