કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે.
ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે.
BNSS ની કલમ 303 શું કહે છે?
BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ બંધ કેદીને તેની હાલની જેલમાંથી બહાર ન કાઢવાનો આદેશ આપી શકે. આ પગલાનો મુખ્ય હેતુ:
– કાનૂન-વ્યવસ્થા જાળવવી
– સુરક્ષા જોખમ ટાળવા
– ગેંગ કનેકશનો અથવા હુમલા અટકાવવો
NIA ની ખાસ કાર્યવાહી અને કોર્ટ સુનાવણી
અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ NIA એ અનમોલ બિશ્નોઈને તાત્કાલિક ધરપકડ કર્યો હતો.પછી તેની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
– પહેલી વાર 11 દિવસની કસ્ટડી
– બાદમાં વધુ 7 દિવસની વધારાની રિમાન્ડ
– પૂછપરછમાં ગેંગની આંતરિક વિગતો મેળવવાનો પ્રયાસ
– છેલ્લી સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા
2022 થી ફરાર, વિદેશમાં ગેંગનું સંચાલન
અનમોલ બિશ્નોઈ વર્ષ 2022 થી ફરાર હતો અને વિદેશમાંથી ગેંગનું સંચાલન કરતો હતો. અમેરિકામાં તેને નકલી દસ્તાવેજો અને ગેરકાયદેસર રીતે રહેવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પછી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો અને અહીં પહોંચતા જ NIA એ ધરપકડ કરી હતી.
લોરેન્સ બિશ્નોઈ જેવો જ કેસ
તેનો મોટો ભાઈ લોરેન્સ બિશ્નોઈ ઉપર પણ BNSS કલમ 303 લાગુ છે. તેને સાબરમતી જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ છે. બન્ને ભાઈઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ખૂબ સતર્ક થઈ છે અને ગેંગ નેટવર્ક તોડવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






