આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકશે નહીં.
અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ભારે હૃદયથી તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. આ પછી તેઓ પહેલગામના બૈસરનમાં પણ ઘટના સ્થળે પહોંચ્યા.
સૂત્રોએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને હુમલા પહેલા વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરે હુમલા માટે બૈસરન પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી નહોતી.
With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H
— Amit Shah (@AmitShah) April 23, 2025
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો રેકોર્ડિંગ કર્યો. એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને પસંદગીપૂર્વક મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.
આ પણ વાંચો: પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, ધર્મ પૂછી કરી હતી 26 લોકોની હત્યા
આ કારણે પહેલગામ પસંદ કર્યું
તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ હુમલા માટે જાણી જોઈને પહેલગામ પસંદ કર્યું હતું. અહીં સુરક્ષા દળોની તૈનાતી નથી અને હુમલા પછી બચાવ કામગીરીમાં સમય લાગશે. આતંકવાદીઓએ છુપાઈ રહેવા માટે ગાઢ જંગલમાં જગ્યાઓ બનાવી હતી. સ્થાનિક આતંકવાદીઓની મદદથી, આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું સ્થાન બદલી નાખ્યું હશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








