વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે જે ફ્લાઇટ નિયંત્રણ જેવી સિસ્ટમોને અસર કરી શકે છે. આ પગલાથી ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સ માટે ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની શક્યતા વધી ગઈ છે.
એરબસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં A320- વિમાન સાથે થયેલા અકસ્માતમાં જાણવા મળ્યું છે કે અવકાશમાંથી નીકળતા તીવ્ર સૌર રેડીશન ફ્લાઇટ નિયંત્રણ ડેટાને અસર કરી શકે છે. આ સમસ્યા વિમાનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામી સર્જી શકે છે, જે ફ્લાઇટ કામગીરીને જોખમમાં મૂકી શકે છે. 30 ઓક્ટોબરના રોજ મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સ જતી એક વિમાને ફ્લોરિડાના ટેમ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ આ સમસ્યા શોધી કાઢવામાં આવી હતી.
એરલાઇન્સને DGCA ના નિર્દેશો
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ભારતીય એરલાઇન્સને EASA-સૂચિત સુધારાઓ લાગુ ન થાય ત્યાં સુધી A320 વિમાનને સંચાલન કરવાની મંજૂરી ન આપવાનો નિર્દેશ આપ્યો છે. DGCA એ તમામ ઓપરેટરોને વિમાન માટે નિરીક્ષણ અને સોફ્ટવેર અપડેટ્સ પૂર્ણ કરવા અને મુસાફરોને થતી કોઈપણ અસુવિધા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
દુનિયાભરમાં મુશ્કેલી વધી
અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે તેના 340 A320 વિમાનોને અપડેટની જરૂર છે અને તે અપેક્ષા રાખે છે કે મોટાભાગનું કામ શનિવાર સુધીમાં પૂર્ણ થઈ જશે. જર્મનીની લુફ્થાન્સાએ પણ કેટલીક ફ્લાઇટ્સ રદ અને વિલંબની ચેતવણી આપી છે. કોલંબિયાની એવિઆન્કાએ 8 ડિસેમ્બર સુધી ટિકિટ વેચાણ બંધ કરી દીધું છે, કારણ કે તેના 70% થી વધુ વિમાનો પ્રભાવિત થયા છે. વિઝ એર, એર ફ્રાન્સ, એર ન્યુઝીલેન્ડ, એર ઇન્ડિયા, વોલારિસ અને અન્ય એરલાઇન્સે પણ વિલંબ અથવા રદ થવાની જાણ કરી છે. એરબસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મુસાફરો અને એરલાઇન્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું જરૂરી છે. કંપનીએ તમામ અસરગ્રસ્ત વિમાનોને શક્ય તેટલી વહેલી તકે સમારકામ કરવા માટે ખાસ ટીમો તૈનાત કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






