Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો

રાજ્યના શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલબોર્ડના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતા તેનો અમલ કરવામાં આવ્યો નથી તેને લઈને હવે શિક્ષકો પણ નારાજ થયા છે.

આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ મામલે પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે. આ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે. શિક્ષકોનું કહેવું છે કે, રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જુની પેન્શન યોજના લાગુ નહિ કરતા વિરોધ કર્યો છે.

આ પણ વાચો :- Vadodara : વડોદરાની M.S.યુનિવર્સિટીની વિવાદમાં, વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા

મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ રાજ્ય કક્ષાએ વિવિધ કર્મચારીઓ મહામંડળ અને કર્મચારી યુનિયનો દ્વારા દેશભરમાં તેમજ પોત પોતાના રાજ્યમાં જુની પેન્શન યોજના શરુ થાય તે માટે વર્ષોથી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી હક્કની લડાઈ લડી રહ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા પણ શિક્ષકોના આંદોલનના પરીણામે એપ્રિલ 2005 સુધીના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા ઠરાવ કર્યો હતો. જેની તાત્કાલીક અમલવારી થાય તે માટે કર્મચારીઓએ પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *