દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત

દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર વોરંટ ઓફિસરોનું સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.

અકસ્માતની વિગતો
હેલિકોપ્ટર સેનાના 15મા એવિએશન ગ્રુપનું હતું. ઉડાન શરૂ થયા પછી જ તે બેઝથી માત્ર 800 મીટરના અંતરે ક્રેશ થયું. અકસ્માતમાં કોઈ વિસ્ફોટ કે આગ લાગ્યાનું અહેવાલ નથી, પરંતુ હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા હતા. બંને ગંભીર રીતે ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.

સેનાના પગલાં
દુર્ઘટનાના પગલે, દક્ષિણ કોરિયાની સેના દ્વારા તમામ કોબ્રા હેલિકોપ્ટરોનું ઓપરેશન તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યું છે. સેનામાં શોકની લહેર દોડી ગઈ છે અને દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…