અફઘાનિસ્તાનનો પાકિસ્તાની દવાઓની આયાત પર પ્રતિબંધ, ભારત બની શકે કાબુલનો મુખ્ય સપ્લાયર

દક્ષિણ એશિયાના રાજકારણમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય સોમવારથી લાગુ થઈ ગયો છે.

દવાઓની અછત
અફઘાનિસ્તાનની લગભગ 70% દવાઓ પાકિસ્તાન પર આધારિત હતી. આ પ્રતિબંધના કારણે દેશમાં દવાઓની ભારે અછત સર્જાઈ છે. તાલિબાનના નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની માલ માત્ર જપ્ત નહીં થશે, પરંતુ નાશ પણ કરવામાં આવશે. ગેરકાયદેસર દાણચોરી પર પણ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

ભારત તરફ વળતી નજર
આ અછતને પહોંચી વળવા, તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ભારત પહેલાથી જ અફઘાનિસ્તાનને માનવતાવાદી ધોરણે અનાજ અને તબીબી સહાય મોકલતું રહ્યું છે. હવે ભારત અફઘાનિસ્તાન માટે મુખ્ય ફાર્મા સપ્લાયર બની શકે છે, જે પાકિસ્તાનના દવા ઉદ્યોગ માટે મોટા આર્થિક ફટકો સાબિત થશે.

પાકિસ્તાન માટે આર્થિક ઝટકો
પાકિસ્તાનનો દવા ઉદ્યોગ પહેલેથી જ આર્થિક સંકટમાં છે. અફઘાનિસ્તાન જેવો મોટો ગ્રાહક હવે છૂટો પડતા, પાકિસ્તાન માટે નુકસાન મોટા પાયે થશે. બીજી તરફ, ભારત, ઈરાન અને તુર્કી સાથે તાલિબાન લાંબા ગાળાના વેપાર સંબંધો માટે નવા માર્ગ ખોલવાની તૈયારી કરી રહ્યું છે.

આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનનો પડોશી દેશો પર પ્રભાવ ઘટી રહ્યો છે, જ્યારે ભારતની “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સંકટગ્રસ્ત દેશો માટે આશાનું કિરણ બની રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27…