અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને આપ્યો ઝટકો, તુર્કીની કંપની સેલેબી સાથે કરાર કર્યો રદ્દ

ભારત વિરુદ્ધ પાકિસ્તાનને તુર્કીના સમર્થનને લઈને તુર્કી વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધમાં ભારતીયો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીનો બહિષ્કાર સતત વધી રહ્યો છે.આ દરમિયાન હવે, ભારતીય કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પણ આ બહિષ્કારમાં જોડાઈ છે. એક મીડિયા એજન્સી અનુસાર, કંપનીએ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ માટે તુર્કીની કંપની સેલેબી સાથેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરાર રદ કર્યો છે. ભારતીય કંપનીએ એમ પણ કહ્યું કે સેલેબીને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુવિધાઓ તાત્કાલિક કંપનીને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે તુર્કી એરલાઇન કંપનીની સુરક્ષા મંજૂરી રદ કર્યા પછી આ કન્સેશન કરારો સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ તેમજ મેંગલોર, ગુવાહાટી, જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમ એરપોર્ટની માલિકી અને સંચાલન કરે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, “સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરવાના ભારત સરકારના નિર્ણય બાદ, અમે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મુંબઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ પર સેલેબી સાથેના ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરારો રદ કર્યા છે,”

હાલના કર્મચારીઓને ખસેડવામાં આવશે
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ કહ્યું છે કે તે તેના દ્વારા પસંદ કરાયેલી નવી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ દ્વારા કોઈપણ વિક્ષેપ વિના તમામ એરલાઇન્સને સીમલેસ સેવા પૂરી પાડવાનું ચાલુ રાખશે. કંપનીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સેલેબીના તમામ હાલના કર્મચારીઓને તેમની હાલની રોજગાર શરતો અને નિયમો પર નવી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓમાં ખસેડવામાં આવશે. આપણા એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરી પર કોઈ અસર પડશે નહીં. અમે સેવા અને રાષ્ટ્રીય હિતના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

Prince Rahim આગા ખાન Vની ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત 2026 Remarkable Synergy , ગુજરાતમાં વિકાસ માટે સહયોગની નવી તકો Visionary Collaboration

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે Prince Rahim આગા ખાન Vની મુલાકાત, સસ્ટેનેબલ વિકાસ માટે સહયોગની નવી તકો પર ચર્ચા Prince Rahim  ગાંધીનગર: આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન અને શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ Prince Rahim આગા ખાન Vએ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે સહયોગની નવી સંભાવનાઓ અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. મુલાકાતમાં ખાસ કરીને જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, સોલાર એનર્જી, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને સહકારી ક્ષેત્ર જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષે ગ્રાસરૂટ લેવલ સુધી વિકાસલક્ષી પહેલો પહોંચાડવા માટે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં…

ગુજરાત AI યુગનું પ્રાઈમ મૂવર બનવાની દિશામાં, 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક Exponential Growth

ગુજરાત AI યુગનું પ્રાઈમ મૂવર બનવાની દિશામાં, 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક ગુજરાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના નવા યુગમાં દેશનું નેતૃત્વ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ડેટા સેન્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલી ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’ને લઈને વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત AI યુગનું દેશનું ‘પ્રાઈમ મૂવર’ બનવા સાથે વિશ્વમાં પણ AI માટેનું મહત્વપૂર્ણ સેન્ટર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કમ્પ્યુટર અને IT ક્રાંતિના સમયમાં ભારત પાસે વૈશ્વિક નેતૃત્વ કરવાની તક હતી, પરંતુ તે સમયે જરૂરી સ્તરે પહેલ થઈ શકી નહોતી. હવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *