કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. 9516 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 32.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. 9466 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે 33 જિલ્લાઓમાંથી 30,06,865 લાભાર્થીના રૂ. 8610 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ 29,93,689 ખેડૂતોને કુલ રૂ. 8571 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

કુલ રૂ. 791.19 કરોડની સહાય ચૂકવવામાં આવી
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓમાંથી 2,34,386 લાભાર્થીના કુલ રૂ. 792 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ 2,33,777 ખેડૂતોને કુલ રૂ. 791.19 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

જમીન સુધારણા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ અંગે કુલ 41777 ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી 34615 લાભાર્થીઓના રૂ. 113.01 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. મંજૂર કરેલા કુલ 31958 ખેડૂતોને કુલ રૂ. 104.37 કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જો અમેરિકા હુમલો કરશે તો… ખામેનીએ આપી મોટી ધમકી

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે એક મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન પર કોઈપણ લશ્કરી હુમલો મધ્ય પૂર્વમાં ‘પ્રાદેશિક યુદ્ધ’…

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…