અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 મહિનામાં કુલ 1,081 ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માહિતી આપે છે.
બાયડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં જાન્યુઆરી માસમાં 69, ફેબ્રુઆરી માસમાં 56, માર્ચ માસમાં 80,એપ્રિલ માસમાં 63, મે માસમાં 65, જુન માસમાં 62, જુલાઈ માસમાં 64, ઓગસ્ટ માસમાં 67,સપ્ટેમ્બર માસમાં 49 , ઓક્ટોમ્બર માસમાં 46, નવેમ્બર માસમાં 56, ડીસેમ્બર માસમાં 99, વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં 87, ફેબ્રુઆરી માસમાં 80, માર્ચ માસમાં 91 કુલ્લે છેલ્લા 15 માસમાં 1081 જેટલી ફરિયાદ નોંધવામાં આવી.
B – india ની અપીલ : 2025નાં વર્ષમાં બાયડ પોલીસ સ્ટેશનના કર્મચારી/અધિકારીઓ દ્વારા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા ગૃહ ખાતા દ્વારા બાયડ પોલીસ સ્ટેશનમાં જાગૃત નાગરિકો, પ્રજાજન, RTI એક્ટીવિસ્ટશ્રીઓ , વકીલશ્રીઓ, તથા વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ સાથે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા વિસ્તારમાં પ્રજાજનોને જાગૃત કરી ગુનાહિત પ્રવૃતિઓ અટકે અને ગુનાખોરી દરમાં ઘટાડો આવે તેવા આયોજન કરવા જોઈએ.
વિથ ઈનપુટ: પંકજ મકવાણા, અરવલ્લી
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








