ટ્રેવિસ હેડે ઈતિહાસ રચ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મહત્વની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. જે બાદ ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કર્યું અને માત્ર 12.5 ઓવર જ રમાઈ શકી. વરસાદને કારણે જ્યારે રમત રોકવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 109 રન બનાવ્યા હતા. જે બાદ ફરી રમત રમાઈ ન શકી અને અંતે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

આપને જણાવી દઈએ કે, મેચ રદ્દ થઈ હોવા છતાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે પોતાની બેટિંગથી ધમાલ મચાવી હતી. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી અને 40 બોલમાં 59 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. હેડે 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ટ્રેવિસ હેડ 147.50ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને વિસ્ફોટ થયો હતો. આપને જણાવી દઈએ કે હેડે પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો :- ‘આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ એક રનથી જીતશે’, માઈકલ ક્લાર્કની આગાહી

ટ્રેવિસ હેડ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં ટ્રેવિસે 34 બોલમાં અડધી સદી ફટકારી અજાયબી કરી બતાવી હતી. આ કરીને હેડે ડેમિન માર્ટિનનો રેકોર્ડ તોડ્યો. ડેમિયન માર્ટિને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 35 બોલમાં અડધી સદી ફટકારવાનું કારનામું કર્યું હતું.

-> ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી અદ્યશતક બનાવનાર ઓસ્ટ્રેલિયન :

34 બોલ – ટ્રેવિસ હેડ
35 બોલ – ડેમિયન માર્ટીન
38 બોલ – જેમ્સ ફોકનર
40 બોલ – એન્ડ્રુ સાયમન્ડ્સ
40 બોલ – મિશેલ જોહ્ન્સન

-> ટ્રેવિસ હેડનો અનોખો ચમત્કાર :- આ સિવાય ટ્રેવિસ હેડે પણ કંઈક અદ્ભુત કર્યું છે જેની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, વર્ષ 2023 થી અત્યાર સુધી, હેડે 21 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને કુલ 905 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી અને ત્રણ સદી ફટકારી છે. તેની એવરેજ 53.23 અને સ્ટ્રાઈક રેટ 129.10 રહી છે. વર્ષ 2023ની શરૂઆતથી 21 ઇનિંગ્સમાં આ 17મી વખત છે કે જ્યારે હેડે એક ODI ઇનિંગ્સમાં 100થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે, જે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દે છે.

જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે તેની વાત કરીએ તો તે બેટ્સમેન બીજું કોઈ નહીં પણ શાહિદ આફ્રિદી છે. (આંકડાઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી અર્ધસદી) શાહિદ આફ્રિદીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 18 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

-> ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી અદ્યસદી ફટકારનાર બેટ્સમેન :

શાહિદ આફ્રિદી – 18 બોલ – વિ નેધરલેન્ડ, 2002
ક્રેગ મેકમિલન – 21 બોલ – વિ યુએસએ, 2004
ઇયોન મોર્ગન – 26 બોલ – વિ દક્ષિણ આફ્રિકા – 2009
જેસી રાયડર – 28 બોલ – વિ શ્રીલંકા – 2009
યુવરાજ સિંહ- 29 બોલમાં વિ. પાકિસ્તાન- 2017

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *