અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા પુનઃશરૂ, નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અમદાવાદમાં આજે ઉજવણીનો માહોલ છે. આજે અમદાવાદ સ્થાપના દિવસ અને મહાશિવરાત્રી પર્વની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે. 614 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરથી નગરદેવીની નગરયાત્રા નીકળી છે. નગરદેવીની નગરયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના મહારાજ, મેયર પ્રતિભા જૈન અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું છે.

નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે. નગરયાત્રા ત્રણ દરવાજા પાસે પહોંચતા જ ભાજપના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા આરતી ઉતારવામાં આવી, આ સાથે જ મુસ્લિમ સમુદાય દ્વારા રથનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

-> વર્ષો જૂની પરંપરાની પુનઃશરૂ કરાઈ :- અમદાવાદમાં વર્ષો જૂની પરંપરાની ફરીથી આજથી શરૂ કરવામાં આવી છે. આપણા વડીલો કહેતા હતા કે પહેલા ભદ્રકાળી મંદિરની નગરયાત્રા નીકળતી હતી. અને હવે વડીલોની માન્યતાને માન આપતા શહેરમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિર અમદાવાદના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો અમદાવાદની આગવી ઓળખ અને પહેલુ મંદિર એટલે નગરદેવી ભદ્રકાળીનું મંદિર. અહેમદશાહે પોતાના શાસનકાળ દરમિયાન ભદ્રકાળી મંદિરની નગરયાત્રા પર રોક લગાવી હતી.એક માન્યતા મુજબ માતા ભદ્રકાળીના આર્શીવાદ થકી જ અમદાવાદ વધુ સમૃદ્ધ બન્યું છે.

Related Posts

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *