સ્વાદ રશિયાઓ સાવધાન! રાજકોટમાં મેકડોનાલ્ડ્સે ગ્રાહકને વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આપ્યા

રાજકોટ શહેરમાં એક ગ્રાહકને મેકડોનાલ્ડસનો કડવો અનુભવ થયો છે. રિલાયન્સ મેગામોલમાં આવેલા મેકડોનાલ્ડસની ગંભીર બેદરકારી સામે આવી છે. એક ગ્રાહકે મેકડોનાલ્ડસમાંથી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. અને પરંતુ નોનવેજ બર્ગર નીકળ્યા હતા. ગ્રાહકે ફરિયાદ કરી કે તેઓ વેજેટેરિયન છે અને નોનવેજ બર્ગર ખાતા તેમના પરિવારને ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ રહી છે.

ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યા હતા. મેકડોનાલ્ડસનું પાર્સલ જ્યારે ઘરે આવ્યું ત્યારે તેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. વિરાણી પરિવારની એક વ્યક્તિએ જ્યારે ઓર્ડર કરેલ બર્ગર ખાધું ત્યારે તેનો સ્વાદ બહુ અલગ લાગ્યો. આથી તેમણે ઓર્ડર ચેક કર્યો અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમણે કરેલ ઓર્ડરમાં 2 નોનવેજ બર્ગર છે. પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લેતા તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે. કારણ કે વિરાણી પરિવાર વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે. વૈષ્ણવ ધર્મનું પાલન કરનાર ચુસ્ત વૈષ્ણવો ડુંગળી અને લસણ પણ ખાતા નથી.

વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારે કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આ મામલે મેકડોનાલ્ડસ તરફથી બચાવ કરતા ગ્રાહકની માફી માંગવામાં આવી છે. મેકડોનાલ્સે માફી માંગતા કહ્યું કે, રવિવારના દિવસે સામાન્ય રીતે તેમના ત્યાં કામનો વધુ બોજ હોય છે. અને ગત રવિવાર એટલે કે 23 ફેૂબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાના કારણે ધાર્યા કરતાં વધુ ઓર્ડરની રિકવેસ્ટ આવી હતી. અને તમામ ગ્રાહકોની માંગ પૂર્ણ કરવામાં અને વધુ પડતા કામના ભારણના લીધે વેજીટેરીયન ગ્રાહકને ભૂલથી નોનવેજનો ઓર્ડર મોકલાયો. અમે માફી માંગતા ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું.

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *