કિમ સે રોનનું મૃત્યુ: દક્ષિણ કોરિયન અભિનેત્રી કિમ સે રોન ઘરે મૃત હાલતમાં મળી આવી, માત્ર 24 વર્ષની ઉંમરે અલવિદા કર્યુ

દક્ષિણ કોરિયાની પ્રખ્યાત અભિનેત્રી કિમ સે રોનનું 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ અવસાન થયું. આ અભિનેત્રી તેના સિઓલ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. કિમે માત્ર 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.તમને જણાવી દઈએ કે કિમ તાજેતરમાં નેટફ્લિક્સ શો બ્લડહાઉન્ડ્સમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કિમનો મૃતદેહ સિઓલના સોંગડોંગ-ગુ સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો હતો, જેને તેના એક મિત્રએ જોયો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાં કોઈ પણ પ્રકારના સંકેત મળ્યા ન હતા.કિમના મૃત્યુથી કોરિયન મનોરંજન ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસ ચાલુ છે અને મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

-> કિમ સેરોન વિવાદોથી ઘેરાયેલા રહ્યા :- અભિનેત્રી કિમ સે રોન વિવાદોમાં રહી છે. મે 2022 માં, અભિનેત્રી દારૂના નશામાં ગાડી ચલાવી રહી હતી અને ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ ગઈ. આ ઘટના પછી, તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું અને તેણે માફી પણ માંગી હતી. કિમની કારકિર્દી ઘણા ઉતાર-ચઢાવથી ભરેલી હતી. તેણી 2024 માં થિયેટરમાં પાછા ફરવાની યોજના બનાવી રહી હતી પરંતુ ખરાબ સ્વાસ્થ્ય અને વિવાદોને કારણે તેણીએ ના પાડી દીધી. ત્યારબાદ, નવેમ્બર 2024 માં એવું અહેવાલ આવ્યું હતું કે કિમે એક નવો ફિલ્મ પ્રોજેક્ટ, ગિટાર મેન સાઇન કર્યો છે, પરંતુ આ અંગે કોઈ વધુ અપડેટ આપવામાં આવ્યું નથી.

Related Posts

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *