અમેરિકી સરકારની કડક કાર્યવાહી, ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત મોકલાશે

અમેરિકી સરકારની કડક કાર્યવાહી હાથ ધરી છે. અને અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 67 પંજાબના લોકો શામેલ છે. આ ખાસ Flight અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભારત પરત ફરનારા લોકોને અમૃતસરથી પોત પોતાના વતન લઇ જવામાં આવશે. 33 હરિયાણાના લોકો પણ સામેલ છે. અમેરિકા તરફથી એસ્ટેબલિશમેન્ટ અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનને કારણે આ ભારતીયોને પરત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લોકો ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા. અને તેમને પાછા મોકલવાનો નિર્ણય ભારતીય સરકાર અને અમેરિકી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

આ બધા લોકો હવે દેશમાં પાછા આવશે, જ્યાં તેમનો નવું જીવન શરૂ કરવાની તક મળશે. આ પરતફરી કામગીરી હવે વધુ આવા કિસ્સાઓને નાબૂદ કરવા માટે એક સંકેત બની શકે છે. અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 8 ગુજરાતી અને 67 પંજાબના લોકો શામેલ છે. આ લોકોને લઇને ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચશે.મહત્વનું છે કે અમેરિકાની હાલમાં જ યાત્રા કરીને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ હતી.

આ વચ્ચે જ અમેરિકામાં રહેતા ગેરકાયદે અપ્રવાસી ભારતીયોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ PM મોદીએ પણ કોઇ દેશમાં ગેરકાયદેસર રહેવુ એ યોગ્ય ન હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે હવે ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ ભારત આવવાની છે. નોંધનીય છે કે અમેરિકાની સત્તામાં ફરીથી આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક નિર્ણય લીધો છે. જેમાંથી એક નિર્ણય USમાં ગેરકાયદે રહેતા લોકોને પરત મોકલવાનો છે. જે હેઠળ 5 ફેબ્રુઆરીએ અમેરિકન સૈન્ય વિમાન C-17 દ્વારા 104 ભારતીય અપ્રવાસીઓને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ એ જ લોકો હતા જે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસ્યા અને ગત કેટલાક વર્ષોથી ત્યાં રહેતા હતા.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *