UNના માનવ અધિકાર રિપોર્ટમાં ગંભીર ખુલાસા, યુનુસની સરકાર પર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ

2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા.

આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોએ મોટાભાગના વિરોધીઓને ગોળી મારી હતી, જેમાં ૧૨-૧૩ ટકા બાળકોનો સમાવેશ થતો હતો. શેખ હસીનાની અવામી લીગ સરકારે બળવાના શરૂઆતના દિવસોમાં માત્ર 150 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ગેરકાયદેસર હત્યાઓ, મનસ્વી ધરપકડો અને સેંકડોની સંખ્યામાં અટકાયતો શેખ હસીના સરકાર અને સુરક્ષા અધિકારીઓની જાણકારીથી કરવામાં આવી હતી.

-> લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચાર :- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે પણ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટમાં હિન્દુઓ, અહમદિયા મુસ્લિમો અને આદિવાસીઓ પર થતા હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તાગોંગ પહાડી પ્રદેશના અવામી લીગના નેતાઓ, લઘુમતીઓ અને આદિવાસીઓ સામે હિંસાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

-> જાતિગત હિંસા અને પોલીસ ક્રૂરતા :- રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે મહિલાઓને વિરોધ કરતા રોકવા માટે તેમને શારીરિક હુમલો અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. આ હુમલાઓમાં પોલીસની સંડોવણી પ્રકાશમાં આવી છે. યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે રાજકીય નેતૃત્વ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા ઇરાદાપૂર્વક ગેરકાયદેસર હત્યાઓ અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

-> શેખ હસીના અને યુનુસ સરકાર વિરુદ્ધ રિપોર્ટ :- યુનુસ સરકાર દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓને ઓછી આંકવાના પ્રયાસો થયા હતા, પરંતુ અહેવાલમાં સત્યનો પર્દાફાશ થયો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અબુ સઈદ (વિદ્યાર્થી નેતા અને બળવાના શહીદ) ની હત્યા જાણી જોઈને કરવામાં આવી હતી.

Related Posts

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: Clarity 2026

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ  NSUI અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ NSUI દ્વારા આજે નિરમા યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક દાવા મુજબ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાની વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ અહેવાલોમાંથી થઈ શકી નથી.આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રોફેસર એચ.કે.…

Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત… Illegal Liquor Haul

લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત Ahmedabadના ઠક્કરનગર વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહીમાં અંદાજે ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે નેટવર્કને લઈને પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. ખાસ કરીને નકલી અથવા કેમિકલયુક્ત દારૂના કિસ્સામાં લોકોના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમ ઊભું થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *