ગાંધીનગર : શિક્ષકોની ભરતીને લઈ સારા સમાચાર, જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ થયું જાહેર

B INDIA ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષક ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે.જૂના શિક્ષકોની કામગીરી પૂર્ણ થતા ધોરણ 11-12ના શિક્ષકોની ભરતી થશે.

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જુના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા અગાઉ ઠરાવ પસાર કરાયો હતો. અને સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ રજૂ કરેલ ભલામણો સહિતનો અહેવાલ ધ્યાને લઈને જૂના શિક્ષકોની ભરતી કરવા કેટલાક નિયમો બાનવવામાં આવ્યા હતા.

Related Posts

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા… Tragedy 2026

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા: ધર્મનગર સ્ટેશન બહાર પાનના ગલ્લાવાળા પર છરીથી હુમલો, અનિલ ઠાકોર ઝડપાયો અમદાવાદના Sabarmati વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવતા આધેડ પર એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી આરોપી અનિલ ઠાકોરને ઝડપી પાડ્યો હોવાની માહિતી છે. નાની રકમના વ્યવહારને લઈને શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. -> Sabarmati : ધર્મનગર રેલવે સ્ટેશન બહાર બની ઘટના : મળતી માહિતી મુજબ, અમદાવાદના Sabarmatiવિસ્તારમાં આવેલા ધર્મનગર રેલવે…

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી… PRIDE 2026

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી: ગાંધીજીના પૂતળાને સૂતરની આંટી પહેરાવી, નગરપાલિકાની કામગીરી સામે રેલી ભાવનગર જિલ્લાના Mahuvaમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના અવસરે મહુવા શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના પૂતળા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને સૂતરની આંટી પહેરાવીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધીના વિચારોને યાદ કર્યા હતા અને શહેરની વિવિધ સ્થાનિક સમસ્યાઓને લઈને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. -> ગાંધી જયંતિએ બાપુને શ્રદ્ધાંજલિ : 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ. દેશભરમાં ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે Mahuva શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *