સુરતમાં RTO વિભાગની અંતે હડતાળ સમેટાઈ, પડતર પ્રશ્નોને લઈને કરાયો હતો વિરોધ

B INDIA સુરત : રાજ્યભરમાં RTO દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ ઓફિસર કામ પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે.

સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી. જેના કારણે તમામ ઓફિસરો કામ પર પરત ફર્યા છે.

સુરતમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ છે. સરકાર દ્વારા ખાતરી આપતા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાલ આખરે સમેટાઈ છે. આ હડતાલને લઇ હજારો અરજદાર અટવાયા હતા. જોકે આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા કામકાજ રાબેતાબ મુજબ શરૂ કરવામાં આવ્યુ છે.

Related Posts

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *