IND vs ENG: કોહલી-જૈસવાલ નહીં, રોહિતે આ ક્રિકેટરને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો

ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર વિજય મેળવ્યો. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ભારતની જીતમાં ઇતિહાસ રચ્યો અને તેના વનડે કારકિર્દીની 32મી સદી ફટકારી. રોહિતને ૧૧૯ રનની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. રોહિત ઉપરાંત શુભમન ગિલે 65 રન અને શ્રેયસ ઐયરે 44 રન બનાવ્યા. આ ઉપરાંત અક્ષર પટેલે ૪૧ રનની અણનમ ઇનિંગ રમી, જેના આધારે ભારતીય ટીમે ૪૫મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમે ODI શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવવામાં સફળતા મેળવી છે. ભારતની જીત પછી, રોહિતે શુભમન ગિલની ખૂબ પ્રશંસા કરી. કેપ્ટન રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરી જેણે જીતનો પાયો નાખ્યો. રોહિતે ગિલને વિશ્વનો શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે.

હવે ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિતની સદી ભારતીય ટીમ માટે ચોક્કસપણે રાહતની વાત છે. પરંતુ બીજી બાજુ, વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ ગયો છે. આ વખતે બીજી વનડેમાં આદિલ રશીદે કોહલીને પોતાનો શિકાર બનાવ્યો. કિંગ કોહલી ફક્ત 5 રન બનાવી શક્યો.

મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. રોહિતને તેની સદી બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Related Posts

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *