ખેડૂતો આનંદો! અરવલ્લીમાં શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

અરવલ્લીમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. માલપુર અને બાયડના ખેડૂતોને ફાયદો થશે. સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે.ત્યારે જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે, શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે.

ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે. ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે. તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો લાભ મળશે. અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં આનંદો છવાયો છે.

-> પાણી પુરવઠાના મંત્રીએ યોજી હતી બેઠક :- ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે ત્યારે શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે, ઉંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણયો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.

Related Posts

A4નિયમ: જિલ્લા અદાલતોમાં આજથી મોટા ફેરફાર : લીગલ સાઈઝ ને બદલે હવે A4 પેપરનો ઉપયોગ ફરજિયાત!

B india અમદાવાદ : ગુજરાતના જિલ્લા ન્યાયતંત્રમાં આજથી એટલે કે 10 ઓગસ્ટ, 2026થી A4 સાઈઝના પેપરનો નવો નિયમ અમલમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે A4 પેપર ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને રાજ્યભરના વકીલોમાં ચર્ચા અને વિરોધ જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરના સુધારેલા પરિપત્ર બાદ પણ A4 પેપરની મૂળભૂત જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના સુધારેલા પરિપત્ર મુજબ જિલ્લા અદાલતોમાં વિવિધ પ્રકારના કોર્ટ દસ્તાવેજો હવે નિર્ધારિત ફોર્મેટ મુજબ રજૂ કરવાના રહેશે. તેમાં પિટિશન, અપીલના મેમોરેન્ડમ, અરજીઓ, પ્લીડિંગ્સ, કોર્ટના ઓર્ડર અને જજમેન્ટ સહિતના મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દસ્તાવેજોના કદ, પ્રિન્ટિંગ અને રજૂઆતમાં એકરૂપતા લાવવાનો હોવાનું માનવામાં આવે…

Major Fire 2026 At Gandhinagar New Sachivalaya : સચિવાલયના બ્લોક 9 માં શોર્ટ સર્કિટના કારણે આગ

Fire ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રેકોર્ડ બળીને ખાક થયા હોવાની માહિતી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ગાંધીનગરના નવા સચિવાલયમાં આગથી અફરાતફરી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ Fire લાગવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં લાગી હતી. બેઝમેન્ટમાં આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલા રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ સચિવાલય પરિસરમાં સુરક્ષા અને આગના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *