મોરબીમાં આવકવેરા વિભાગનો સપાટો, મીઠાની સહિતની કંપનીમાં ત્રાટકી

B INDIA મોરબી : મોરબીમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે દરોડા દરમ્યાન આઈટી વિભાગને અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈન્કમટેક્ષ વિભાગને દરોડા દરમ્યાન દાગીના તથા રોકડ રકમ મળી કુલ 50 લાખથી વધુની રકમ મળી આવી છે.

મળતી માહિતી મુજબ દેવ ગ્રુપની અમદાવાદ સહિત જામનગર, માળિયા,મોરબી સહિતનાં 15 સ્થળો પર રાજકોટ અને અમદાવાદનાં અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ માળિયામાં આવેલ દેવ મીઠાની ફેક્ટરી તેમજ જામનગરમાં દેવ સોલ્ટ પર પણ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છ

અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ દેવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારે રાજકોટ, અમદાવદની ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસજી હાઈવે પર આવેલા એક બિલ્ડિંગમાં દેવ સોલ્ટ પ્રાઈવેટ લિ. ની ઓફીસમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.

દેવ સોલ્ટ પ્રા. લિ. જામનગરનું મોટું ગ્રુપ છે. છેલ્લા 30 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ દેવ ગ્રુપ સિવાય મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે.એન્ટરપ્રાઈઝ તેમજ અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટનાં ધંધા સાથે સંકળાયેલા દેવેન્દ્ર ઝાલા, વિમલ કિર્તીભાઈ કામદાર, વિવેક સોમાણી તેમજ રૂપલ કિરણ વ્યાસને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ સહિતનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

Related Posts

ગાંધી જયંતિએ ભૂપેન્દ્ર પટેલે Gandhinagarમાં ખાદીની ખરીદી કરી… Simplicity 2026

ગાંધી જયંતિએ ભૂપેન્દ્ર પટેલે Gandhinagarમાં ખાદીની ખરીદી કરી, ડિજિટલ પેમેન્ટથી ‘ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન’ને વેગ ગાંધી જયંતિના પવિત્ર અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gandhinagarમાં ખાદીની ખરીદી કરીને ખાદી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટની મુલાકાત લઈને વિવિધ ખાદી વસ્ત્રોની ખરીદી કરી હતી. ખાસ વાત એ રહી કે ખરીદીનું પેમેન્ટ તેમણે ડિજિટલ માધ્યમથી કર્યું હતું. આ રીતે ખાદીની ખરીદી સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિના દિવસે સૌપ્રથમ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કીર્તિ મંદિર એ જ સ્થળ છે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ…

સુજીત કલકલની ઐતિહાસિક વાપસી : 7 પોઈન્ટ પાછળ હતો, અંતિમ ક્ષણોમાં બાજી પલટાવી ગોલ્ડ જીત્યો Triumph

7 પોઈન્ટ પાછળ હતો, અંતિમ ક્ષણોમાં બાજી પલટાવી ગોલ્ડ જીત્યો: સુજીત કલકલની ઐતિહાસિક વાપસી એશિયન ગેમ્સ 2026માં ભારતીય કુસ્તીબાજ સુજીત કલકલે એવો કમબેક કર્યો છે, જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીની ફાઇનલમાં સુજીત એક સમયે તાજિકિસ્તાનના અબ્દુલમઝિદ કુદિએવ સામે 2-9થી પાછળ હતો. એવું લાગતું હતું કે ગોલ્ડ મેડલ હાથમાંથી સરકી રહ્યો છે, પરંતુ ભારતીય કુસ્તીબાજે હાર સ્વીકારી નહીં. મુકાબલાની અંતિમ ક્ષણોમાં સતત પોઈન્ટ મેળવીને તેણે સ્કોર 10-9 કર્યો અને રોમાંચક રીતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આ જીત સાથે સુજીતે એશિયન ગેમ્સમાં ભારતને પુરુષોની કુસ્તીમાં 65 કિગ્રા કેટેગરીનું વધુ એક ઐતિહાસિક સોનું અપાવ્યું. -> સુજીત કલકલ :  2-9થી પાછળ, છતાં હાર ન માની : ફાઇનલમાં સુજીતનો સામનો તાજિકિસ્તાનના અબ્દુલમઝિદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *