વડોદરામાં હરણી બોટકાંડનાં મૃતકોને લઇને ઇજાગ્રસ્તો માટે વળતર જાહેર

B INDIA વડોદરા : વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી. કે. સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. 12 મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. સાથે જ મૃતક શિક્ષિકાઓ માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનામાં બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે.

વડોદરા સિટી નાયબ કલેક્ટરે તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે. હરણી લેકઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

-> સમગ્ર ઘટના શું હતી? :- ગયા વર્ષે વડોદરા શહેરમાં 18 જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

Related Posts

Food poisoning : નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Shock Ripple

નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Food poisoning : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શાળા સમય પૂર્ણ થયા બાદ એક બાળક અચાનક ધુણવા લાગ્યું હતું. ત્યારબાદ તેને જોઈને એક પછી એક અન્ય બાળકોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. કુલ આશરે 11 બાળકો ધુણવા લાગતાં આશ્રમશાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શાળા તંત્ર દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. -> એક બાળક બાદ બીજા બાળકોમાં પણ જોવા મળ્યા સમાન લક્ષણો : મળતી માહિતી પ્રમાણે ઘટના 9 સપ્ટેમ્બરે બની હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે તેની વિગતો હવે સામે આવી છે. શાળા પૂર્ણ થયા…

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *