B INDIA અમરેલી : અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.જોકે, પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા અંગેનું મનિષ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, મનીષ વઘાશીયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર છે.
આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.મળતી માહિતી મુજબ, અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
અમરેલી લેટર કાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માગ કરાઇ છે. વધુમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, આ બાબતે સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ…જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.