માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવો પડે છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. સુરતના ભેસ્તાનમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મા બાપની બેદરકારીના કારણે એક નાના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારના એક ઘરમાં બાળકીને એકલા મુકીને વાલી ઘરના કામ કરી રહ્યા હતા. આ ટાણે એક વર્ષની બાળકી રમતા રમતા પહેલા માળથી નીચે પટકાઇ હતી. આ ઘટનાની જાણ ઘરનાને થતા તેઓ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને લઇ લોકોમાં વિવિધ ચર્ચાઓ પણ જાગી હતી. મા બાપની બેદરકારીના કારણે બાળકોને હાલાકી સર્જાય છે. ત્યારે આ ઘટનામાં ભેસ્તાન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.