કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર

B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આગ કયા કારણે લાગી હતી.

ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ અંગેની જાણ થતાં મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરવામાં આવશે. જે બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

Related Posts

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *