રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે? અહી જાણો….

B INDIA અમદાવાદ : રાજ્યનાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડા દિવસ તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે ગુજરાતમાં સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8, અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી. આવનારા સમયમાં ઝાકળનો એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 28 તારીખથી ચાલુ થઈ શકે છે. તે એટલા માટે કે અત્યારે જે ઉત્તરના પવનો છે, તેની દિશા બદલાશે. 28 તારીખથી હવામાનમાં પલટો આવશે. 28 તારીખથી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 28થી 31 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.”

Related Posts

2026 ગુજરાત : Gujarat Rain Live Update : વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર : IMD Warning

ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જાણો સંપૂર્ણ હવામાન અપડેટ. ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત, અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને આજે પણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે નીચાણવાળા…

અમદાવાદનો ઐતિહાસિક વિજય : India Officially Awarded Hosting Rights for CWG 2030

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સોંપાઈ. ધ્વજ અને બેટન હસ્તાંતરણ સાથે ગુજરાત અને ભારતે વૈશ્વિક રમતગમતના નવા યુગમાં પ્રવેશ કર્યો. અમદાવાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ ભારતના રમતગમતના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભવ્ય સમાપન સમારોહમાં સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન અમદાવાદને સોંપવામાં આવ્યા, જેના સાથે જ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની ઐતિહાસિક સફરનો પ્રારંભ થયો છે. આ ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની બાબત છે. વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં થયેલા આ સમારોહે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. ગ્લાસગોથી અમદાવાદ સુધીની ઐતિહાસિક બેટન યાત્રા કોમનવેલ્થ ગેમ્સની પરંપરા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *