અમદાવાદનાં બગોદરામાં 102 કિલો ગાંજો ઝડપાયો,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

B INDIA અમદાવાદ :- અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બગોદરામાંથી ગાંજો ઝડપાયો હતો. જેમાં બગોદરા પોલીસે 102 કિલો ગાંજો સહિત એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત આવ્યો હોવાની વાત પણ સામે આવી છે જેમાં પોલીસે 10.24 લાખના ગાંજા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે અને તે બાબતને લઈ ટ્રકને રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 102 કિલો ગાંજો આરોપી ઓરિસ્સાથી લઈ ગુજરાતમાં આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

-> અગાઉ પણ બગોદરા પોલીસે પકડી પાડ્યો હતો ગાંજો :- ઉલ્લેખનિય છે કે, બગોદરા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ચેકીંગ કરતાં ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે 95,250 રૂપીયાનો ગાંજો, 15,00,000 રૂપીયાની ટ્રક, 1500 રૂપીયા રોકડા, 1000 રૂપીયાનો મોબાઇલ મળી 15,97,750 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને 2 વ્યક્તિને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી 4 વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts

વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે…

હાવડામાં ટ્રેન અકસ્માત, તિરુપતિ ટ્રેનને અન્ય ટ્રેનની ટક્કર, ત્રણ બોગી પાટા પરથી ઉતરી

હાવડાના સંતરાગાચી અને શાલીમાર સ્ટેશન વચ્ચે બે ટ્રેનો અથડાઈ. સંતરાગાચી-તિરુપતિ એક્સપ્રેસ સંત્રાગાચીથી શાલીમાર જઈ રહી હતી, એક એન્જિન બાજુની લાઇન પર બે બોગીને ખેંચી રહ્યું હતું. બંને ટ્રેનો સામસામે અથડાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button