B INDIA અમદાવાદ :- અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બગોદરામાંથી ગાંજો ઝડપાયો હતો. જેમાં બગોદરા પોલીસે 102 કિલો ગાંજો સહિત એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત આવ્યો હોવાની વાત પણ સામે આવી છે જેમાં પોલીસે 10.24 લાખના ગાંજા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે અને તે બાબતને લઈ ટ્રકને રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 102 કિલો ગાંજો આરોપી ઓરિસ્સાથી લઈ ગુજરાતમાં આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-> અગાઉ પણ બગોદરા પોલીસે પકડી પાડ્યો હતો ગાંજો :- ઉલ્લેખનિય છે કે, બગોદરા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ચેકીંગ કરતાં ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે 95,250 રૂપીયાનો ગાંજો, 15,00,000 રૂપીયાની ટ્રક, 1500 રૂપીયા રોકડા, 1000 રૂપીયાનો મોબાઇલ મળી 15,97,750 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને 2 વ્યક્તિને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી 4 વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.