આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન ડી. ડી.ઓ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર ,હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર, સી.એમ.ટી.સી ન્યૂટ્રીશન સખી વન સ્ટોપ, તાલુકા વિસ્તાર અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ. સી.ડી.પી.ઓ,સુપરવાઈઝર બહેનો, પી.એસ.ઇન્સ,આંકડા મદદનીશ, પોષણ અભિયાન કો.ઓર્ડી, ન્યુ ટ્રીશન, અને આંગણવાડી હેલ્પ વર્કર, બહેનો, લાભાર્થીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO, સુપરવાઈઝર ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરે જહેમત ઉઠાવી હતી.
આ પોષણ ઉત્સવ દરમ્યાન કુલ ૩૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી. જેમાંથી મિલેટ /THR વાનગીના 3 – 3 નંબર મેળવનાર વિજેતાને ઈનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, બીજો, અને ત્રીજો નંબર મેળવ્યો હતો. તેમજ મિલેટ સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવ્યો હતો.મહત્વનું છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓનું આરોગ્ય સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે માટે મિલેટ /THRના પ્રચાર પ્રસાર અર્થે પોષણ ઉત્સવ –24નું આયોજન કરવામાં આવેલ. જ્યારે પોષણ ઉત્સવ કાર્યક્રમ માં ૬ સેજાના ટી.એચ.આર. અને મિલેટસમાંથી કુલ ૩૬ આંગણવાડી બહેનો ઘટક કક્ષાની દ્વારા મિલેટસની અલગ અલગ વાનગીઓ બનાવેલ હતી.
આ તાલુકા કક્ષા ના અન્ન મિલેટસ કાર્યક્રમ માં પ્રથમ, બીજો, ત્રીજો નંબર આવેલ બહેનોને પ્રોત્સાહિત કરીને સર્ટિફિકેટ આપવામાં આવેલ તેમજ તેઓ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો પણ અવસર મળશે.