B INDIA દ્વારકા : બેટ દ્વારકા પછી દ્વારકામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકાનાં 7 ટાપુ પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી હતી. દ્વારકા જીલ્લામાં કુલ 36 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા હતા. ચુસ્ત બંદોબસ્ત સાથે 36 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખાલી કરાવવામાં આવી હતી..રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ હવે 100 ટકા દબાણ મુક્ત થઈ ગયા છે.
સાત ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જિલ્લા તંત્ર દ્વારા સાત ટાપુઓને દબાણમુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો.દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે.દ્વારકામાં મંદિર પાછળ દબાણ કરવામાં આવ્યું હતું.
જેને હટાવવાની કામગીરી કરાઇ હતી. મંદિર પાછળ આવેલ મળદશા પીર દરગાહ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું હતું. આ બાબતે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે જણાવ્યું હતું કે, દ્વારકાના ખારા તળાવ પાછળ દબાણ કરવામાં આવ્યું હતુ. આ દબાણકર્તાઓને એક વર્ષ પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં થોડા દિવસ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.સરકારના અમૃત 2 સ્કીમના અંતર્ગત આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં પાણી વધારે ચોખ્ખું મળી શકે. જોકે હાલમાં અન્ય દબાણો માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે.