ગીર સોમનાથમાં દીપડાની દહેશત, ઘરમાં ઘૂસી આધેડ પર કર્યો હુમલો

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લા છેલ્લા કેટલાય દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે. પંથકમાં દીપડાના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. દીપડાએ અલગ અલગ સ્થળે કરેલા હુમલામાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ- અલગ જગ્યાએ દીપડાએ ઘરમાં ઘૂસીને લોકો પર હુમલો કર્યો હતો.

વાડી વિસ્તારમાં પણ દીપડાએ ઘરમાં ઘુસીને આધેડ પર હુમલો કર્યો હતો. જેના કારણે તમનું મોત થયું હતું. જેથી આધેડનો મૃતદેહ ગીર ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.છેલ્લા 5 દિવસમાં ગીર સોમનાથમાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યાં હતા.

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ગીર વિઠલપુર ગામે બે દિવસમાં દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો. તો ગીર ગઢડામાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી અને સુત્રાપાડાના ગામમાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના દીકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બીજી તરફ વન વિભાગે તેને ઝડપી પાડવા કવાયત પણ શરૂ કરી છે. પરંતુ દીપડો જાણે વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Related Posts

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *