સુરતમાં બે જૂથ વચ્ચે બબાલ, અસામાજિક તત્વોએ દુકાનમાં કર્યો તોડફોડ

B india સુરત : સુરત શહેરમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. ક્રિષ્ના નગર વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. અને જોતજોતામાં લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જોકે દુકાનમાં નુકસાન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરતમાં આ સામાજિક તત્વો અને કાયદાની બીક રહી નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર ખાતે સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે જૂથો વચ્ચે આમને-સામને આવી ગયા હતા અને લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. મારામારી સાથે દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, શ્વાન દ્વારા ટોયલેટ કરવા બાબતે થયેલી માથાકૂટ મામલે સમજાવવા જતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Related Posts

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *