જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર રાગી અને અન્ય અનાજ જેવા THR તૈયાર કરીને પ્રદર્શિત કર્યા. સાથે જેસોર તાલુકાના મહાનુભાવો, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય ઠાકુર, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ તેનો સ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ શ્રી નિતેન્દ્રસિંહ સરવૈયા, જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા અને જેસર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.