સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરી વેચતા માફિયાઓ સામે SMCએ કાર્યવાહી હાથ ધરી છે.

કામરેજના ઉંભેળ ગામે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉંભેળ ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં વેપલો ચાલતો હતો. જેમાં વિદેશથી આવતા ઇમ્પોર્ટએડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરીને વેચવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ, પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાયવર સાથે મેળા પીપણામાં વેપલો ચાલતો હતો. આખરે SMCએ કાળા કોલસાના કાળા કારોબાર સામે લાલાઆંખ કરી છે. વિઝીલનસે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટએડ કોલસો, 1.31 લાખની કિંમતનો વેસ્ટ કોલસો, ચાર ટ્રક ,એક લોડર,એક ફોર વહીલ કાર રોકડ મોબાઈલ મળી 1.33 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે 7 લોકોની અટકાયત કરીને 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને SMCએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5.3 કરોડની કિંમતનો 5.36…

અમદાવાદમાં AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ બદલ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને મુસાફરમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારી, ટ્રાફિક નિયમોનો ભંગ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *