નાગરિકોને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની અનોખી પહેલ કરી છે. રાજકોટ મનપામાં ‘visitor’s desk’ નામનો એક નવો વિભાગ શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું હતું કે, ઓનલાઇન એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં Visitor help desk અરજદારો માટે ખાસ રીતે કામગીરી કરશે. અરજદારોના પ્રશ્ન મ્યુનિસિપલ કમિશનરને મળશે. તેમનો ફોટો પાડવામાં આવશે. તેમને ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ અરજદારોને ક્યુઆર કોડ આપવામાં આવશે. અરજદારોની ફરિયાદ અંતર્ગત અધિકારીઓ જ્યાં પણ હશે ત્યાં તેમને મોબાઇલમાં નોટિફિકેશન જશે.
બાદમાં તે વિભાગના અધિકારી જ્યાં હશે ત્યાંથી તેમને મોબાઇલમાં જ જવાબ આપવાનો રહેશે.મળતી માહિતી મુજબ, આ માટે અલગ અલગ 5 ચેનલ બનાવવામાં આવી છે જે એલોટ કરવાની રહેશે. જેમાં ગ્રીન ચેનલ જેમાં અધિકારીઓ પોતે એ પ્રશ્નો સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ યેલો ચેનલ કે જેમાં મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડવાનો રહેશે. જો કોઈ અરજદાર દ્વારા નવી સુવિધા માંગવામાં આવશે અને એમાં ગ્રાન્ટની જરૂર હશે અથવા તો જનરલ બોર્ડમાં ચર્ચા કરવાની હોય, નીતિવિષયક નિર્ણયો લેવાના હોય એના માટે રેડ ચેનલ અધિકારીએ એલર્ટ કરવાની રહેશે.
આ ફરિયાદના નિકાલ માટેનો સમય અધિકારીએ જ અરજદારને આપવાનો રહેશે. તેમજ જે ફરિયાદનો કોઈ નિકાલ આવી શકે એમ જ નથી. તેમના માટે બ્લેક ચેનલ આપવામાં આવશે. તેમજ પાંચમી ચેનલ કે જે માત્ર મ્યુનિસિપલ કમિશનર સાથે ઔપચારિક મુલાકાત હોય તેમના માટે એલર્ટ કરવામાં આવશે.