B india સુરત : સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારો સાથે ખોટા નામ ધારણ કરીને અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરીને રહેતા હોય તેવા ઈસમોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવકનું નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટસના આધારે રહે છે. આ યુવકને પકડી પાડવા સુરત એસોજી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને ઝડપી પાડી એની પૂછપરછ શરૂ કરી હતી.સુરત શહેર ખાતે રહેતો 26 વર્ષનો મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ છેલ્લા 14 વર્ષથી અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો.
તે દરમ્યાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈમાં રહેતી એક હિંદુ યુવતી સાથે થઇ. તેની સાથે લવ મેરેજ કરવા માટે અને તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનુ મકાન શોધતો હતો. પરંતુ તે મુસ્લીમ હતો. જેથી કોઈ તેને મકાન આપતું ન હતુ.જેથી તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી પોતાના ખોટા નામનું બનાવટી આધારકાર્ડ, બનાવી હિંદુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હોવાની હકીકત જણાવેલ હતી.
જોકે આરોપી પાસેથી પોલીસે બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ કિ.રૂ 200, પાનકાર્ડ-1 તથા આર.સી.બુક, મોબાઈલ ફોન નંગ-01 કિ.રૂ. 15000/- મળી કુલ કિ.રૂ. 15000 ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ માટે રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો છે. જોકે આરોપીએ કરેલા ગુનામાં અન્ય કોણ સંડોવાયા છે અને તે દિશામાં પણ પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી છે.