–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–
સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પૂરી પાડે છે અને અનાથ, અપંગ અને અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને મફત માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે.
જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગો સંજેલી-મોરા-સુખસર તાલીમ કેન્દ્રોના મેનેજર શ્રી દિલીપ કુમાર એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ, તાલીમ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉતરાણના આગલા દિવસે મુઠ્ઠીભર અનાજ એકઠું કર્યું અને પક્ષીઓને ખવડાવ્યું. જેથી પક્ષીઓ ઉતરાણના દિવસે ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે તે માટે, ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં મેનેજર શ્રી દિલીપ કુમાર મકવાણા દ્વારા પક્ષીઓના નામે મુઠ્ઠીભર અનાજની વ્યવસ્થા કરવામાં આવી હતી.