-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે :
-> અલગ-અલગ સામગ્રી વાપરી બને છે દોરી :- ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ રસિકો આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે. જોકે, આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે.
-> પતંગ રસિકોએ કાર્ટનાં નિર્ણયને આવકાર્યો :- પતંગ રસિકો ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આકાશી યુદ્ધમાં જીત મેળવવા માટે કાચવાળી દોરી નહીં પરંતુ ટેલેન્ટ જરૂરી હોવાનું માની રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ યુવાનોનો મનપસંદ તહેવાર રહ્યો છે. અને આ તહેવાર દરમિયાન યુવાનો મોટી સંખ્યામાં અવનવી ડિઝાઈનવાળા પતંગ ઉડાવી આકાશી યુદ્ધ કરતા હોય છે. જોકે આ વખતે અમદાવાદ શહેરમાં પતંગની માગ વધી છે.
-> કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો આવ્યો :- પતંગનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો હોવાના કારણે પતંગનું ઉત્પાદન ઓછું થયું છે. સાથે જ પતંગના ભાવો પણ દર વર્ષ કરતાં ચાલુ વર્ષે વધારે છે .પતંગના વધેલા ભાવ તેમજ ગુજરાત હાઇકોર્ટના કેટલાક પ્રતિબંધ વચ્ચે પતંગ રસિકો આકાશી યુદ્ધ કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.