અમેરિકાની ભીષણ આગ બાદ ફરી એકવાર એક સવાલ ચર્ચામાં, જંગલોમાં આગ કેવી રીતે લાગે છે ?

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં લાગેલી આગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં ફેલાઈ રહેલી આ આગ ભયાનક બની રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તે છ જંગલો સુધી પહોંચી ગઇ છે. આગ ઘણા રહેણાંક વિસ્તારોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે અને લગભગ 1 લાખ લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.જંગલમાં આગ લાગવાના આવા સમાચાર પહેલા પણ ઘણી વખત પ્રકાશમાં આવ્યા છે. ગયા વર્ષે, ભારતના ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગમાં આવી જ વિનાશ થયો હતો. અલ્મોડાના જંગલોમાં આગ 41 દિવસ સુધી ભડકી રહી હતી, જે દરમિયાન અનેક હેક્ટર પાકનો નાશ થયો હતો. હવે પ્રશ્ન એ છે કે લીલાછમ જંગલોમાં આગ કેવી રીતે લાગે છે? અને વિશ્વની સૌથી મોટી આગ ક્યાં લાગી હતી?

-> જંગલમાં આગ કેવી રીતે લાગે છે? :- જંગલમાં આગ લાગવાના બે કારણો હોઈ શકે છે. એક કુદરતી છે અને બીજું અકુદરતી છે. ચાલો પહેલા કુદરતી કારણો પર આવીએ.આગને યથાવત રહેવા માટે બે વસ્તુઓની જરૂર પડે છે. ઓક્સિજન અને તાપમાન. જંગલ એક એવી જગ્યા છે જ્યાં આ બંને વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને અહીંની સૂકી લાકડીઓ આ આગ માટે બળતણ તરીકે કામ કરે છે. અતિશય ગરમી કે વીજળીના કારણે, અહીં એક નાનો તણખલો પણ મોટી આગનું કારણ બની શકે છે. ભારે પવનને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે અને આગ ઝડપથી ફેલાઈ જાય છે.

-> હવે આપણે અકુદરતી કારણો વિશે વાત કરીએ :- છેલ્લા કેટલાક વર્ષોમાં, લીલાછમ જંગલોમાં પહોંચતા માનવીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રજાઓની ઉજવણી કરવા માટે, મોટી સંખ્યામાં લોકો જંગલોમાં કેમ્પિંગ કરે છે, અહીં ખોરાક રાંધે છે અને ધૂમ્રપાન પણ કરે છે. આ સમય દરમિયાન, તેમની સહેજ પણ બેદરકારી જંગલમાં આગનું કારણ બને છે. આ ઉપરાંત, એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં લોકોએ રીલ બનાવવા માટે જંગલોમાં આગ લગાવી દીધી હોય.

-> અમેરિકાની સૌથી મોટી આગ :- યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટી જંગલની આગ 1910 માં લાગી હતી, જ્યારે ઇનલેન્ડ નોર્થવેસ્ટમાં જંગલમાં આગ ફાટી નીકળી હતી. આ આગથી પશ્ચિમ મોન્ટાના અને ઉત્તરી ઇડાહોમાં ત્રણ મિલિયન એકર જમીન બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં ૮૫ લોકોનાં મોત થયાં હતા, જેમાં ૭૮ ફાયરબ્રિગેડના જવાનોનો પણ સમાવેશ થાય છે. માહિતી અનુસાર, આ આગ જંગલ લાંબા સમય સુધી વરસાદના અભાવે સુકાઇ ગયેલુ હતું ત્યારે લાગી હતી.. આગ આટલી ભીષણ હોવાનું મુખ્ય કારણ 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન હતા, જેના કારણે આગ બેકાબૂ બની ગઈ અને મોટા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો. 23 ઓગસ્ટના રોજ પડેલા વરસાદ બાદ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button