કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજનાનું કામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. કન્નૌજમાં રેલ્વે સ્ટેશનનું નિર્માણાધીન લિંટર ( હોરિઝોન્ટલ બિમ) તૂટી પડવાને કારણે ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા છે. જોકે, બચાવ કાર્ય દરમિયાન કેટલાક કામદારોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.યુપીના કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ સ્ટેશનનું લિંટર જ્યારે તેના બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી પડ્યું હતું. ઘણા કામદારો લિંટર ડમ્પિંગના કામમાં રોકાયેલા હતા. આ અકસ્માત બાદ આખા સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. આ અકસ્માતમાં ઘણા શ્રમિકોને ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે.
-> કન્નૌજ રેલવે સ્ટેશન અકસ્માતની તપાસ કરવામાં આવશે :- આ અકસ્માત આજે બપોરે 3 વાગ્યાની આસપાસ કન્નૌજ રેલવે સ્ટેશન પાસે થયો હતો. જ્યાં સ્ટેશનની નીચે નિર્માણાધીન બાંધકામની છત તૂટી પડી હતી. આ પછી, ઝડપથી રાહત ટીમોને બોલાવવા અને કામદારોને કાટમાળમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુર્ઘટના અંગે ડીએમ શુભ્રાંત કુમાર શુક્લાએ કહ્યું કે 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે. આ અકસ્માત પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવશે. કન્નૌજ ડીએમએ કહ્યું કે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
કન્નૌજ રેલવે સ્ટેશન પર થયેલા આ અકસ્માત પર સમાજવાદી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. એસપી પાર્ટીએ સ્ટેશન બિલ્ડીંગ ધરાશાયી થવા પર લખ્યું છે કે માહિતી એવી છે કે આ કોન્ટ્રાક્ટમાં તત્કાલિન સાંસદ સુબ્રત પાઠક પણ ભાગીદાર છે અને ધારાસભ્ય/મંત્રી અસીમ અરૂણ અને ભાજપના અન્ય આગેવાનો પણ આ કોન્ટ્રાક્ટના ભ્રષ્ટાચારમાં શામેલ છે. વધુને વધુ કમિશન આપવા માટે કોન્ટ્રાક્ટરોને દબાણ કરાતું હોવાથી ખરાબ ગુણવત્તાવાળુ કામ થઇ રહ્યું છે. સીએમ યોગીએ કનૌજ જિલ્લામાં થયેલા આ અકસ્માતની નોંધ લીધી છે . આ સાથે અધિકારીઓને તાત્કાલિક અસરથી શક્ય તમામ મદદ આપવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત કાર્યમાં ઝડપ લાવવાના આદેશ આપ્યા છે. આ સાથે ઘાયલોની સારી સારવાર માટે પણ સૂચના આપવામાં આવી છે. સીએમ યોગીએ ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.