B india અમદાવાદ :- ગોપાલ કંપનીના નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે. જ્યાં બાળકી આરામથી નમકીન ખાતી હતી. આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એવું કહેવાય છે કે, બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું. કારણ કે હવે તેને ડાયેરિયા થઈ ગયો છે.
બાળકીના પિતાના જણાવ્યાં મુજબ, તેની પત્ની તેની પુત્રીને નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી. બાળકીને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા અને તપાસ કરવામાં આવતા પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે. આવો જ કઈક મામલો કાવેરી જળ વિવાદ અંગે ખેડૂતો દ્વારા બોલાવાયેલા બંધના એલાન વખતે સામે આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ માટે જે નાસ્તો આપવામાં આવ્યો તેમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. આ ઘટના 2023ની છે.